મોરબીમાં ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ મી જન્મજયંતી નિમિતે રેલી યોજાઈ

 

આજે ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ મી જન્મજયંતી નિમિતે અનુસુચિત જાતી સમાજ દ્વારા ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જે નિમિતે આયોજિત રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી

 

ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતી નિમિતે આયોજિત રેલીમાં ટ્રેક્ટરો પર ડો.બાબાસાહેબની પ્રતિમા, ગૌતમ બુદ્ધની પ્રતિમા અને ભીમા ગોરેગાવના વિજય સ્તંભને શણગારવામાં આવ્યા હતા રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને ગાંધી ચોક ખાતે ડો. બાબાસાહેબની પ્રતિમા ખાતે પુર્ણાહુતી કરવામાં આવી હતી અને ડો. બાબાસાહેબની પ્રતિમાને સલામી આપવામાં આવી હતી

 

Leave A Reply

Your email address will not be published.