

ટંકારા તાલુકાના નેકનામ ગામે વાડો સળગાવી દેવાના કેસમાં રૂપિયા ૭૦,૦૦૦ વળતર ચુકવવા ટંકારા સિવિલ કોટૅ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે છ વર્ષ પૂર્વેના કેસમાં ટંકારા કોર્ટે ચુકાદો આપ્યો છે
કેસની વિગત એવી છે કે ગત તા ૨-૬-૨૦૧૨ના રોજ બનાવ બન્યો હતો જે મામલે પોલીસ ફરિયાદ થયેલ અને કેસ ટંકારાની કોટૅમાં કેસ ચાલ્યો હતો જેમાં ફરિયાદ પક્ષ સરકારી વકીલ સી .એલ દરજી તથા આરોપી તરફથી બી.બી હડિયલ દ્વારા કેસ લડાયેલ ફરિયાદ ટંકારા તાલુકાના નેકનામના કેસવજી મોહનભાઇએ ફરિયાદમાં જણાવેલ કે આરોપી માવજીભાઈ કરશનભાઇ જાદવ તથા તેની પત્ની વિજુબેન ઉફૅ વિજયાબેન માવજીભાઈ જાદવ ફરિયાદીના વાડામાં આગ લગાડી વાડામાં પડેલ બળતણ નિરણ સાથેની વસ્તુઓ તથા વાડામાં બાંધેલી ભેસ પણ સળગાવી દેતા દાઝી જતાં ભેસનું મોત થયેલ જેથી ફરિયાદી તથા તેના પત્ની સમજાવવા જતાં ગાળો આપી લાકડીઓ મારી છરી લઈ મારવા દોડેલ ફરિયાદીની ભેસ સળગાવી દેતા રૂપિયા પચાસ હજારનું નુકસાન થયેલ
આ અંગે ટંકારા સીવીલ કોટૅમાં કેસ ચાલી જતાં આરોપી સામે ગુન્હો સાબિત થયો હતો અને આરોપીને કસુરવાન ઠેરવી ટંકારા પ્રિન્સિપાલ સિવિલ જજ યાદવ દ્વારા આરોપીઓની ઉમરને ધ્યાને લઈને રૂપિયા ૭૦,૦૦૦ નું વળતર સાત દિવસમાં ચુકવવા આદેશ કર્યો છે તેમજ રૂપિયા દસ હજારના જામીન પ્રોબોશન આપેલ છે