મોરબીની પી.જી.પટેલ કોલેજમાં વિદ્યાર્થીલક્ષી ઇવેન્ટનું આયોજન

 

મોરબીની નામાંકિત પી જી પટેલ કોલેજ પ્રમુખશ્રી દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્યશ્રી ડો. રવિન્દ્ર ભટ્ટના નેજા હેઠળ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે ત્યારે કોલેજમાં વિવિધ વિદ્યાર્થી લક્ષી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું…

પી.જી.પટેલ કોલેજ અને JK Shah  ક્લાસીસ દ્વારા CA નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ  માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે JK Shah ક્લાસીસ ના ગુજરાતના એકેડેમિક હેડ પ્રોફેસર વિપુલ ગેડિયા સાહેબ વડોદરાથી ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા ,સાથે સાથે વિદ્યાર્થીના CA અભ્યાસમાં માતા પિતા તરફથી ઘરે વિદ્યાર્થીઓને શું મળવું જોઈએ..??માતા પિતાએ શું શું ધ્યાન રાખવું જોઈએ…?? તે અંગે પણ વિશેષ છણાવટ કરવામાં આવી હતી આ સેમિનારમાં CA નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા

અન્ય એક ઇવેન્ટમાં પી.જી.પટેલ કોલેજમાં BBA મેનેજમેન્ટ ફેકલ્ટી ના વિદ્યાર્થીઓ દ્વારા Responsible Corporate Champions નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા કોર્પોરેટ કક્ષાના વિવિધ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં નિર્ણાયક તરીકે કોલેજના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીની  CA બંસી મીરાણી ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. અંતમાં નિર્ણાયક દ્વારા પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. વિજેતાઓને સંસ્થા દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા..

હાલ ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ પી જી પટેલ કોલેજ દ્વારા એક વિશેષ માર્ગદર્શક સેમિનારનું ટૂંક સમયમાં જ આયોજન કરવામાં આવી રહ્યું છે જેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. હાલ પી જી પટેલ કોલેજમાં CA માટે ના બેસ્ટ કોચિંગની સાથે સાથે GPSC ની તૈયારી માટેના વર્ગો પણ શરૂ કરવામાં આવેલ છે, જે કોર્સમાં પણ કોલેજના ઘણા વિદ્યાથીઓ પોતાનું કેરિયર બનાવી રહ્યા છે.

 

Leave A Reply

Your email address will not be published.