આંદરણા-ખરેડા ગામમાં ખેડૂત સભા, ગામોગામ પ્રવેશબંધી બેનરો લગાવવાનો સિલસિલો યથાવત
બંને ગામના ખેડૂતોએ સભામાં જેતપર આંદોલનને સમર્થન આપ્યું ભાજપ નેતાઓને પ્રવેશબંધી ફરમાવતા બેનરો લગાવી વિરોધ


મોરબીના જેતપર ગામે વીજ લાઈન વળતર મુદે ખેડૂતો છેલ્લા બે માસથી લડત ચલાવી રહ્યા છે પરંતુ સરકાર મચક આપતી નથી અને ખેડૂતો પણ નમતું જોખવા તૈયાર નથી સતત લડત ચલાવી રહ્યા છે જેમાં ગત રાત્રીના મોરબીના આંદરણા અને ખરેડા ગામમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
આંદરણા અને ખરેડા ગામમાં આયોજિત ખેડૂત સભામાં મોટી સંખ્યામાં ખેડૂત-ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બંને ગામની સભા નવા ઠરાવનો વિરોધ કરી વીજ કંપનીઓ સામે ચાલી રહેલા જેતપર આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું તેમજ બંને ગામમાં ભાજપ નેતાઓને પ્રવેશબંધી ફરમાવતું બેનર લગાવ્યું હતું તે ઉપરાંત માળિયા તાલુકાના જુના ઘાટીલા, વેજલપર અને લક્ષ્મીવાસ ગામમાં પણ બેનરો લગાવ્યા છે અને નવો પરિપત્ર બનાવવામાં નહિ આવે તો આગામી ૨૦૨૭ ની વિધાનસભા ચુંટણીમાં ભાજપ ઉમેદવારે મત માંગવા આવવું નહિ તેમ સ્પષ્ટ જણાવી દીધું છે








