



જુના લાલપર ગામમાં રીક્ષા ચાલકે ઘર બહાર રાખેલી ઓટો રીક્ષા અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયો હતો પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકાના જુના લાલપર ગામે રહેતા વાહીદભાઈ વલીભાઈ ખીયાણીએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની ઓટો રીક્ષા જીજે ૩૬ યુ ૨૫૦૮ કીમત રૂ ૫૦,૦૦૦ વાળી ગત તા. ૧૧ જુનના રાત્રીના ૨ વાગ્યાથી સવારના ૭ કલાક સુધી ઘર બહાર રાખી હતી જે ઓટો રીક્ષા અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયો છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે