

વાંકાનેરમાં અગાઉ થયેલ ઝધડાનો ખાર રાખીને વૃદ્ધ સહિતનાને ૧૨ શખ્સોને માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે.
વાંકાનેરના પંચાસર રોડ પર દેવજીભાઈ આંબાભાઈ ટીડાણી (ઉ.૬૫) એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી સંજય પ્રવીણભાઈ ટીડાણી, અશોકભાઈ પ્રવીણભાઈ ટીડાણી, સિદ્ધરાજ અશોકભાઈ ટીડાણી, પ્રવીણ આંબાભાઈ ટીડાણી, સંગીતાબેન સંજયભાઈ, રાહુલભાઈ બટુકભાઈ, હકાભાઇ ધુસરી, હકાભાઇના પત્ની, ગીતાબેન અશોકભાઈ, લખનભાઈ પ્રવીણભાઈ, સોનલબેન લખનભાઈ અને ભાગ્યેશ લખનભાઈ સાથે અગાઉ મકાન વેચવા અને શેરીમાં પાણી ઢોરવા બાબતે ઝધડો થયેલ જે બાબતનો ખાર રાખી બપોરના એકાદ વાગ્યાના અરસામાં બોલાચાલી થયેલ હોય જે બબાતે આરોપીઓએ એકસંપ કરી દેવજીભાઈના ઘરે જઈને દેવજીભાઈ તથા સાહેદોને લોખંડના પાઈપ તથા તલવાર વડે માર મારી તેમજ છુટા પથ્થર ઈટોના ઘા કરી માર મારી ઈજા કરી તેમજ ચેતનભાઈને પાઈપ અને તલવાર વડે માથામાં ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે