


વાંકાનેરના રાજકોટ રોડ પર રેલ્વે ઓવરબ્રિજ પાસેથી મોટર સાઈકલની ચોરી થઇ હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે.
વાંકાનેરના રાજાવડલા ગામે રહેતા પરબતભાઈ નારણભાઈ ગમારા (ઉ.૪૨) એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનું મોટર સાઈકલ સ્પ્લેન્ડર જીજે ૩૬ એકે ૪૬૧૮ કીમત રૂ.૮૭૦૦૦ નું રાજકોટ રોડ રેલ્વે ઓવરબ્રિજ પાસેથી કોઈ અજાણ્યો ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે અથવા તો લોક તોડી ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે