રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન ખાતે ESIC ગુજરાત રાજ્યના પ્રાદેશિક નિયામક અને રાજ્ય ચિકિત્સા અધિકારીની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ



રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન દ્વારા શહેરના ઉદ્યોગકારો અને કામદારો સુધી ESIC એટેલે કે કર્મચારી રજાય વીમા નિગમની વિવિધ યોજનાઓ અને ટાઈ-અપ હોસ્પિટલની સારવારનો લાભ મેળવવાની પ્રક્રિયાની જાણકારી આપવા માટે ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં ESIC ગુજરાત રાજ્યના પ્રાદેશિક નિયામક હેમંતકુમાર પાંડે, રાજ્ય ચિકિત્સા અધિકારી ડો. વિજયકુમાર ધાનક, રાજકોટ એન્જી. એસો પ્રમુખ નરેન્દ્રભાઈ પાંચાણી, સચિવ વિનોદભાઈ આસોદરીયા તેમજ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો પ્રમુખ અમૃતભાઈ ગઢિયા સહિતના હોદેદારો, અગ્રણી ઉદ્યોગકારો, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા
ESIC દ્વારા કામદારો અને તેના પરિવારોને કેશલેશ સુપર સ્પેશ્યાલીટી સારવાર માટે રાજકોટની પ્રતિષ્ઠિત એઈમ્સ હોસ્પિટલ, યુ એન મહેતા કાર્ડિયાક સેટેલાઈટ સેન્ટર, GCRI સેટેલાઈટ સેન્ટર, વોકહાર્ટ હોસ્પિટલ, ગીરીરાજ હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ, ડો. ભટ્ટ પેથોલોજી લેબોરેટરી સાથે ટાઈ અપ કરવામાં આવ્યું છે ESIC ની રાજકોટ હોસ્પિટલ ખાતે પણ હાલ ફીઝીશીયન, સર્જન, ગાયનેક, પીડીયાટ્રીક, ડેન્ટલ, આયુર્વેદિક, પેથોલોજી સહિતના તમામ ડોકટરોની સેવાઓ ઉપલબ્ધ છે જેનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું
કોઠારિયા અને વાવડી વિસ્તારના ઉદ્યોગોના કામદારો અને તેના પરિવારોને ESIC ની સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ થાય તે હેતુથી ગોંડલ ચોકડી નજીક ESIC દવાખાનું શરુ કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે સરકાર દ્વારા મંજુર કરાયેલ ESIC ની રાજકોટ સબ રીજીયોનલ ઓફીસ સત્વરે શરુ કરવા રજુઆત કરવામાં આવી હતી જેથી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ઓદ્યોગિક એકમો અને કામદારોને વધુ ઝડપી અને ઉચ્ચતમ સેવાઓ પ્રાપ્ત થઇ શકશે હેમંતકુમાર પાંડે અને ડો. વિજયકુમાર ઘાનક દ્વારા ESIC ના WOMB TO TOMB એટલે કે જન્મથી મરણ સુધી મળવાપાત્ર વિવિધ રોકડ હિતલાભો અને ચિકિત્સા હિતલાભોની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી સાથે જ વિમિત કામદારોને સંતાનોને મેડીકલ અભ્યાસ માટે ESIC ની મેડીકલ કોલેજોમાં માત્ર બે હાજર રૂપિયા પ્રતિ માસના નજીવા ખર્ચે ભણાવવામાં આવે છે જેનો લાભ લેવા જણાવવામાં આવ્યું હતું

