ટંકારાના ઓટાળા ગામની સીમમાં બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત

 

ઓટાળા ગામની સીમમાં વૃદ્ધ બાઈક લઈને જતા હતા ત્યારે અન્ય બાઈક ચાલકે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ૫૯ વર્ષના વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા અને સારવાર દરમિયાન મોત થયું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

ટંકારા તાલુકાના ખાખરા ગામે રહેતા ભરતભાઈ દેવજીભાઈ જખાણીયા (ઉ.વ.૩૨) વાળાએ બાઈક જીજે ૧૦ ડીકયું ૩૩૭૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા દેવજીભાઈ નરશીભાઈ જખાણીયા (ઉ.વ.૫૯) પોતાનું બાઈક જીજે ૦૩ એફએલ ૭૮૦૪ લઈને જતા હતા ત્યાર આરોપી બાઈક ચાલકે અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ફરિયાદીના પિતા દેવજીભાઈ જખાણીયાને માથામાં ગંભીર ઈજા પહોંચતા ચાલુ સારવાર દરમિયાન મોત થયું હતું ટંકારા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.