


લાયન વર્ષની તા. ૦૧ જુલાઈથી શુભ શરૂઆત થઇ છે અને નવા વર્ષે ક્લબ દ્વારા મયુર બ્રીજ પર ૨૫ બેસવાની બેંચનું અનાવરણ પ્રમુખ સચીનભાઈ કોટેચા અને અન્ય લાયન મેમ્બરની હાજરીમાં કરવામાં આવ્યું હતું ગત વર્ષે ૭૫ બેંચ મુકવામાં આવી હતી અને બ્રીજ પર કુલ ૧૦૦ બેંચ મુકવામાં આવી છે
મોરબીમાં અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા ૪૦૦ થી વધુ બેંચ મુકવામાં આવી છે તમે પણ સ્વજનની યાદીમાં નામની તખ્તીવાળી બેંચ મુકાવી શકો છો એક બેંચનો રૂ ૨૫૦૦ ખર્ચ આવે છે વધુ માહિતી માટે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ લા. સચિન કોટેચા, સેક્રેટરી લા. અલ્પેશ પુજારા, પ્રોજેક્ટ ચેરમેન લા. ડો. રવિન્દ્ર ભટ્ટનો સંપર્ક કરી શકો છો


