મોરબીમાં બ્લેકમેલ કરી રૂ ૩૦ હજાર કઢાવ્યા, ફોન કરી ૧૦ લાખની ના આપે તો ભડાકે દેવાની ધમકી

 

મોરબીમાં શાળા સંચાલકની ઓળખ આપી સોશ્યલ મીડિયા હેડ કરી મેસેજ કરી ઈમોશનલ બ્લેકમેલ કરી રૂ ૩૦ હજાર કઢાવી લઈને મોબાઈલ પર ફોન કરીને રૂ ૧૦ લાખની ખંડણી માંગી રૂ ૧૦ લાખ ના આપે તો ભડાકા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અન્ય શાળા, ટ્યુશન અને બ્યુટી પાર્લર સંચાલકોના વોટ્સએપ ગ્રુપ હેક કરી મેસેજ કરી ઓટીપી માંગી અને સ્કૂલ ફીના નામે નાણા પડાવવાની કોશીશ કરી પરેશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે

 

મોરબીના ઘુનડા રોડ પર ફ્લોરા ૧૧ માં રહેતા ભાવેશભાઈ હર્ષદભાઈ પાંચોટિયા (ઉ.વ.૪૩) વાળાએ મોબાઈલ નંબર ૭૩૮૫૫ ૯૯૦૬૯ અને ૯૨૭૪૦ ૪૨૩૭૮ ના ધારક વિરુધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ નાલંદા વિધાલય સ્કૂલનું વોટ્સએપ ગ્રુપ હેક કરી ફરિયાદીના પત્ની શિલ્પાબેનને ફોન કરી નાલંદા વિધાલયના સંચાલક કાર્તિક પાંચોટિયા તરીકેની ઓળખ આપી તેની પાસેથી ઓટીપી નંબર મેળવી લઈને શિલ્પાબેનના વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્તાગ્રામ હેક કરી તેની સાથે જોડાયેલ વ્યક્તિને મેસેજ કરી ઈમોશનલ બ્લેક મેલ કરી રૂ ૩૦ હજાર કઢાવી લીધા હતા તેમજ તેમજ હેકર્સે ફરિયાદીના ભાગીદાર વિશાલ લક્ષ્મણભાઈ ભોરણીયાના મોબાઈલમાં ફોન કરી ગાળો આપી રૂ ૧૦ લાખ ખંડણી પેટે માંગી જો રૂપિયા નહિ આપે તો ભડાકા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

 

આ બાબતે તપાસ કરતા હેકર્સે મોરબીની સ્કૂલો અને ટ્યુશન ક્લીસમાં ભયસ કરતા બાળકોના માતાપિતાના વોટ્સએપ ગ્રુપો હેક કરી પ્રિન્સીપાલ અથવા સંચાલકોના નામો ધારણ કરીને અભ્યાસ કરતા બાળકોના માતા પિતા અથવા બ્યુટીપાર્લરના ધંધા સાથે વ્યક્તિઓ સાથે બનાવો બન્યા હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.