રફાળેશ્વર નજીક મગફળી ગોડાઉનમાં લાગેલી આગ પર ૧૦ ટીમોએ ૨૪ કલાકે કાબુમાં લીધી, કલાકો સુધી ચાલશે કૂલિંગ પ્રક્રિયા

૧.૫૯ લાખ મગફળીની ગુણીનો સ્ટોક હતો મોટાભાગનો જથ્થો બળીને ખાખ

 

 

મોરીબીના રફાળેશ્વર ગામ નજીક આવેલ નાફેડે ખરીદી કરી સ્ટોક કરેલ મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી જેથી મોરબી, રાજકોટ, જામનગર અને વાંકાનેરની ૧૦ ફાયર ટીમોએ ૨૪ કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગનું સાચું કારણ જાણવા FSL ટીમ તપાસ કરશે પોલીસે DVR કબજે લઈને સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ શરુ કરી દીધી છે તો નાફેડ અગ્રણીએ ગોડાઉનની તમામ જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની હોવાનું જણાવ્યું હતું

મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલ ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનમાં શનિવારે બપોરના સુમારે આગ લાગી હતી શનિવારે બપોરે આગ લાગતા મોરબીથી ચાર, રાજકોટની બે અને વાંકાનેરની એક એમ કુલ ૭ ટીમોએ આગ બુઝાવવાની કામગીરી શરુ કરી હતી અને આખી રાત કામગીરી ચાલી હતી જોકે આગ પર કાબુ મેળવી શકાયો ના હતો અને જામનગરથી તેમજ રાજકોટથી વધુ ટીમો બોલાવી કુલ ૧૦ ટીમોએ ૨૪ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ગોડાઉનના નાફેડે ખરીદી કરેલી ૧,૫૯,૦૦૦ મગફળીની ગુણીનો સ્ટોક રાખેલ હતો પ્રતિ ગુણીમાં ૩૫ કિલો હિસાબે અંદાજીત ૫૫ લાખથી વધુ મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો આગમાં મોટાભાગનો જથ્થો બળીને ખાખ થયો છે

 

આગ કાબુમાં, કૂલિંગ કામગીરી કલાકો સુધી ચાલે તેવી શક્યતા : ફાયર ઓફિસર

મોરબી ફાયર ઓફિસર જયેશ ડાકીએ આગની ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આગ પર કાબુ મેળવી લેવાયો છે જોકે કૂલિંગ કામગીરી હજુ કલાકો ચાલી સકે છે રવિવારે સાંજ કે રાત્રી સુધી કૂલિંગ કામગીરી ચાલી સકે છે ફાયરની ૧૦ ટીમોએ ૪૫ લાખ લીટર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો છે મોરબી ઉપરાંત રાજકોટ, જામનગર અને વાંકાનેરની ૧૦ ટીમોએ આગ પર કાબુ મેળવી લીધો છે

 

વેરહાઉસ કોર્પોરેશનની તમામ જવાબદારી, FIR કાર્યવાહી શરુ : નાફેડ ડાયરેક્ટર

નાફેડ ડાયરેક્ટર મોહનભાઈ કુંડારિયાએ વિડીયો સંદેશ મારફત માહિતી આપતા જણાવ્યું હતું કે ગોડાઉનમાં આગ લાગી હતી જે ગોડાઉનમાં નાફેડે ખરીદી કરેલી ૧.૬૦ લાખ ગુણીઓ રાખવામાં આવી હતી વેરહાઉસ નાફેડે ભાડા પર રાખેલ છે માલ રાખ્યા પછી તમામ જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની હોય છે નુકશાની ચુકવવાની તેની જવાબદારી છે નાફેડ કલેઈમ કરશે અને તમામ જવાબદારી વેરહાઉસ કોર્પોરેશન હોય, FIR કાર્યવાહી શરુ કરવામાં આવી છે FSL રીપોર્ટ કરાશે પોલીસે સીસીટીવી ફૂટેજ ઇન્ક્વાયરી શરુ કરી છે દોષિતો સામે એક્શન લેવામાં આવશે તેમ જણાવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.