ઘૂટું નજીક ટાવરમાંથી ચોરી કરનાર ત્રણ ઝડપાયા, ઇકો કાર સહીત ૨.૩૩ લાખનો મુદામાલ જપ્ત

 

ઘૂટું નજીક કંપનીના ટાવરમાંથી રીમોટ રેડિયો યુનિટની ચોરી કરનાર ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે ચોરી થયેલ મુદામાલ તેમજ ગુનામાં વપરાયેલ ઇકો કાર સહીત કુલ રૂ ૨.૩૩ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

મોરબી તાલુકાના ઘૂટું ગાન નજીક આવેલ ઇન્ડસ કંપનીના મોબાઈલ ટાવરમાં અંજનાકાર્ડ (રીમોટ રેડિયો યુનિટ_ ની ચોરી થઇ હતી મોરબી તાલુકા પોલીસે રૂ ૮૩,૬૧૩ ના મુદામાલની ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી હુમન સોર્સીસ અને ટેકનીકલ માધ્યમથી તપાસ કરતા ગુનાને અંજામ આપનાર ઈસમો મોરબીના નીચી માંડલથી વાંકડા તરફ જતા રસ્તે પુલિયા પાસેથી મળી આવ્યા હતા અને ચોરી થયેલ મુદામાલ પણ મળી આવ્યો હતો

મોરબી તાલુકા પોલીસે આરોપીઓ પીન્ટુ ભરતભાઈ સોલંકી રહે નગરા તા. વઢવાણ સુરેન્દ્રનગર, રાહુલકુમાર ટીકમસિંહ  રહે આદિપુર ગાંધીધામ કચ્છ અને કપિલ છૂટ્ટનસિંહ રહે ઉત્તરપ્રદેશ વાળાને ઝડપી લઈને ચોરી થયેલ અંજનાકાર્ડ ૨ કીમત રૂ ૮૩,૬૧૩ અને ઇકો કાર જીજે ૧૩ સીએ ૩૯૩૨ કીમત રૂ ૧.૫૦ લાખ સહીત કુલ રૂ ૨,૩૩,૬૧૩ નો મુદામાલ કબ્જે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.