મોરબીમાં ગેરકાયદે કતલખાના અને નોનવેજ લારીઓ બંધ કરાવવા મહાપાલિકાના તમામ કોર્પોરેટરોએ સહી કરી સહમતી આપી


મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના અને નોનવેજની લારીઓ બંધ કરાવવા મામલે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અભિયાન અંતર્ગત મોરબી મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરોની સહી કરી ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા મામલે સહમતિ લેવામાં આવી હતી
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમા રહેણાંક વિસ્તારમાં તથા જાહેર જગ્યાઓમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ અને નોનવેજની લારીઓ બંધ કરાવવા મામલે મહાનગરપાલિકા કચેરી ખાતે તમામ 52 કોર્પોરેટરોને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો દ્વારા બોલાવી અને ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ બંધ થાય તે અંગે સહમતી લેવામાં આવી હતી તેમજ જરૂરી પરવાનગી સ્વચ્છતા અને જાહેર આરોગ્ય સંબંધી નિયમોનું પણ પાલન થાય તે માટે પણ મેયર સહિતના કોર્પોરેટરોને રજૂઆત કરવામાં આવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સહમતી પત્રમાં વિનંતી કરવામાં આવી હતી કે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર કેટલા કતલખાના અને નોનવેજ વેચાણ ની જગ્યાઓ છે તે તાત્કાલિક ધોરણે તપાસ કરી તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આ મામલે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી અને કમિશનર સંગીતાબેન રૈયાણીએ પણ જણાવ્યું હતું કે ગેરકાયદેસર કતલખાના અને નોનવેજના વેચાણ મામલે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવશે તેમજ જે પણ ગેરકાયદેસર હશે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે શ્રાવણમાં હોવાથી કતલખાના બંધ રાખવા અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમજ ફૂડ વિભાગની ટીમ દ્વારા પણ અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવશે અને જે પણ કતલખાના કે નોનવેજની દુકાનો ગેરકાયદેસર રીતે કે જાહેરનામાનો પ્રતિબંધ રીતે ખુલી હશે તો તેની સામે કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપ્યા છે


