

વીજ લાઈન વળતર મામલે ખેડૂતોની લડત ચાલી રહી છે અને ગામોમાં ભાજપ ઉમેદવારોને પ્રવેશ અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવી રહ્યો છે મોરબી જીલ્લામાં વધુ ૧૨ ગામોમાં બેનરો લગાવી દેવામાં આવ્યા છે
વીજલાઈનમાં ખેડૂતોની માંગણી મુજબ પરિપત્ર બનાવવામાં નહિ આવે તો ૨૦૨૭ ની ચુંટણીમાં ભાજપ ઉમેદવારે ગામમાં પ્રવેશ કરવો નહિ તેવા બેનરો લગાવવામાં આવી રહ્યા છે મોરબી જીલ્લાના થોરાળા, મયાપુર, જોધપર, પંચાસર (શિવનગર), અમરાપર, નાગલપર, મોટી વાવડી, બાદનપર, ધૂળકોટ (આ), કોયલી, ખાનપર, ચાચાપર એમ ૧૨ ગામોમાં બેનરો લગાવવામાં આવ્યા છે








