

મોરબીના વાડી વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી જેનો વાડી વિસ્તારના રહીશોએ વિરોધ કરતા ડમ્પિંગ સાઈટ બનાવવાનું આયોજન કેન્સલ કરવામાં આવ્યું છે જેથી સ્થાનીકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે
મોરબી મહાનગરપાલિકા વોર્ડ ૧૦ માં આવેલ વજેપર સર્વે નંબર ૭૭૪ માં ઘણા સમયથી વેસ્ટ ઝોનની ડમ્પિંગ સાઈટ બનાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું હતું જે પ્રોસેસ ચાલુ થતા શીયારની વાડી, કપોરીની વાડી, પાનેલીની વાડી, રોલાની વાડી, રાતડીયાની વાડી જ્યાં રહેણાંક વિસ્તાર, શાળા અને મંદિર આવેલ હોવાથી રોગચાળો થવાનો ભય સ્થાનીકોમાં જોવા મળ્યો હતો જેને ધ્યાને લઈને કોર્પોરેટર ભાવેશભાઈ કણઝારીયા અને રોહિતભાઈ કણઝારીયાને સાથે રાખી સ્થાનિકોએ મંત્રી કાન્તિલાલ અમૃતિયાને આવેદન પાઠવ્યું હતું
મંત્રી કાન્તિલાલ અમૃતિયાની સુચનાથી કોર્પોરેશન દ્વારા ડમ્પિંગ સાઈટ માટે આ જગ્યા કેન્સલ કરવામાં આવી હતી જેથી સ્થાનિકોએ રાજ્યમંત્રી કાન્તિલાલ અમૃતિયા, ભાવેશભાઈ કણઝારીયા અને રોહિતભાઈ કણઝારીયાનો આભાર માન્યો હતો આગામી સમયમાં આ જગ્યામાં માધ્યમિક શાળા બનાવવા માટે વોર્ડ નં ૧૦ કોર્પોરેટર ભાવેશભાઈ કંઝારીયા તથા રોહીતભાઈ કંઝારીયા તેમજ સ્થાનિક આગેવાનોએ મંત્રી કાંતિભાઈ અમૃતિયાને રજૂઆત કરી હતી

