

ટંકારા તાલુકાના ગજડી ગામમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૯૧,૦૦૦ અને ૫ મોબાઈલ સહીત કુલ રૂ ૧,૧૬,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગજડી ગામે બાળ મંદિર પાસે ચોકમાં કાનજી હીરાભાઈ ઝારીયા રહે ગજડી તા. ટંકારા વાળો માણસો ભેગા કરી જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડતો હોવાની બત્મ્લી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા કાનાભાઈ હીરાભાઈ ઝારીયા, હકાભાઇ છગનભાઈ ઝારિયા, રાજેશભાઈ ઉર્ફે લાલભાઈ દેવાયતભાઈ ડાંગર, કિશોરભાઈ રૂગનાથભાઈ જીવાણી, વિપુલભાઈ સવજીભાઈ ઘોડાસરા, લાલજીભાઈ મેરામભાઈ ઝારીયા, કાનાભાઈ નાગદાનભાઈ કુંભારવાડિયા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૯૧,૦૦૦ અને ૫ મોબાઈલ ફોન કીમત રૂ ૨૫ હજાર સહીત કુલ રૂ ૧,૧૬,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે