વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઢોર સાઈડમાં લેવાનું કહેતા મારામારી, મારી નાખવાની ધમકી

            પીપળીયા રાજ ગામમાં ખેડૂત પોતાનું ટ્રેક્ટર ટ્રોલી લઈને વાડીએ જતો હોય ત્યારે ગાડા મારગમાં ઢોરાં લઈને ધીમે જતો હોવાથી ઢોરા સાઈડમાં લેવાનું કહેતા સારું નહિ લાગતા લાકડી વડે માથામાં મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

 

            વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના રહેવાસી ઈલ્મુદીન મામદભાઈ માથકીયા (ઉ.વ.૪૬) વાળાએ આરોપી હીરાભાઈ જેસાભાઈ ટોટા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાનું ટ્રેક્ટર ટ્રોલી જોડી પોતાના પત્નીને બેસાડી વાડીએ જતો હતો અને ગાડા મારગમાં હીરાભાઈ ગાય બકરા લઈને જતા હતા જે ધીમે ચાલતા હતા જેથી આગળ જવા માટે ચાલે તેટલો રસ્તો કરી આપવા ઢોર સાઈડ લેવાનું કહેતા સારું લાગ્યું ના હતું આરોપીએ ફરિયાદીને લાકડી વડે માથામાં મારી ઈજા કરી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.