

નવા રાણેકપરથી જુના રાણેકપર ગામ જવાના રોડ પર ૪૫ વર્ષીય આધેડે પોતાનું બાઈક પુરઝડપે ચલાવી કાબુ ગુમાવતા આગળ જતા ટ્રેક્ટર ટ્રોલી પાછળ બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા અશ્વિનભાઈ દલાભાઈ તાવિયાડે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ભરતભાઈ શામજીભાઈ સીપરા (ઉ.વ.૪૫) રહે નવા રાણેકપર વાળાએ પોતાનું બાઈક જીજે ૩૬ એજી ૯૦૪૫ વાળું પુરઝડપે ચલાવી નવા રાણેકપરથી જુના રાણેકપર જતા રો પર ટ્રેક્ટર ટ્રોલી જીજે ૩૬ એઆર ૮૫૨૨ પાછળ ભટકાડી પોતાને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે