અસલમ કરીમ ખીલજીની ટોળકીના-૧૮ સાગરીતો તથા અલ્તાફ ગફાર ખફીની ટોળકીના-૧૧ સાગરીતો વિરૂધ્ધ GUJCTOC એકટ હેઠળ કાર્યવાહી  

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ- રાજકોટના શ્રી નિર્લિપ્ત રાય (IPS) સાહેબ નાઓની સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિ મોહન સૈની (IPS) સાહેબ નાઓના માર્ગદર્શન અન્વયે જામનગર જીલ્લા વિસ્તારમા સંગઠીત ગુના આચરતી ટોળકીઓ (organized crime syndicate) ની ગુનાહિત પ્રવુતિ નિયંત્રણ લેવા માટે સુચના થયેલ,

જે અન્વયે જામનગર શહેર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવીરસિંહ ઝાલા તેમજ એલ.સી.બી પોલીસ ઇન્સપેકટર શ્રી વી.બી.ચૌધરી, નાઓ તથા પો.સબ ઇન્સ શ્રી એમ.વી ભાટીયા, એસ.ઓ.જી પોલીસ ઇન્સપેકટર શ્રી.બી.એન.ચૌધરી, તથા જામ સીટી એ ડીવી પો.સ્ટેના પોલીસ ઇન્સપેકટર શ્રી.વી.એમ.ડોડીયા, તથા એલ.સી.બી./એસ.ઓ.જી. પેરોલ ફર્લોસીટી એ ડીવી. પો.સ્ટે.ની ખાસ ટીમ દ્વારા

જામનગર જીલ્લામા અસલમ કરીમ ખીલજી તથા અલ્તાફ ગફાર ખફી બન્ને અલગ અલગ સંગઠીત ગુના આચરતી ટોળકી (syndicate) બનાવી ખૂન, ખૂનની કોશિષ, બળાત્કાર, આર્મસ એકટ, લેન્ડગ્રેબીંગ, જાનથી મારી નાખવાની ધમકી, ધાડ પાડવાની તૈયારી, ફાયરીંગ, એટ્રોસીટી, ઘરફોડ ચોરી, પ્રોહીબીશન, જુગારધારા, નાર્કોટીકસ, હથિયાર બંધી જાહેરનામા ભંગ, હેઠળ કેફી પદાર્થ વેચાણ, જાહેરમા મારામારીના ગુનાઓ આચરી સામાન્ય નાગરીકોમા ભય પેદા કરી, પોતાની ટોળકીની ગુનાહિત પ્રવ્રુતિ પ્રત્યેક્ષ કે પરોક્ષ ગેંગના સભ્ય તરીકે ચાલુ રાખેલ હોય, જેમાં આજદીન સુધીમાં અસલમ ગેંગના સભ્યો વિરૂધ્ધ કુલ -૪૬ તથા અલ્તાફ ગેંગના સભ્યો વિરૂધ્ધ કુલ-૫૨ ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ હોય. જેથી ઉપરોક્ત બંન્ને ગેંગ વિરૂધ્ધ ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ (GUJCTOC ACT) 2015 ની કલમ-3(1)(ii), 3(2), 3(4) તથા 3(5) હેઠળ જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા ગુ.ર.નંબર-૧૧૨૦૨૦૦૮ ૨૬૦૬૩૪/૨૦૨૬ તથા ગુ.ર.નંબર-૧૧૨૦૨૦૦૮૨૬૦૬૩૫/૨૦૨૬ રજીસ્ટર કરવામાં આવેલ છે.

 

Leave A Reply

Your email address will not be published.