વડાપ્રધાનની અપીલને મંત્રીએ આવકારી, મંત્રી કાન્તિલાલ અમૃતિયાનો પાયલોટીંગ કાર નહિ વાપરવા નિર્ણય

 

આરબ દેશોમાં ચાલી રહેલા યુધ્ધને પગલે આગામી દિવસોમાં દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ તેમજ દેશને વિદેશી મુદ્રાની અછતનો સામનો કરવો ના પડે તેવા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને અપીલ કરી સોનાની ખરીદી નહિ કરવા તેમજ પેટ્રોલ-ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અપીલ કરી હતી જે પહેલને આવકારતા મોરબીના મંત્રીએ પાયલોટીંગ કારનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે

 

મોરબીના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કાન્તિલાલ અમૃતિયાએ પાયલોટીંગ કાર નહિ વાપરવાનો નિર્ણય કર્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી જે પહેલને આવકારી મંત્રી કાન્તિલાલ અમૃતિયાએ આવકારદાયક પહેલ કરી છે અને પોતે પાયલોટીંગ કાર નહિ વાપરવા નિર્ણય કરી નાગરિકો માટે દાખલો બેસાડ્યો છે અને નાગરિકો પણ આ પહેલમાં જોડાઈ સંકટના સમયમાં ખભેખભો મિલાવી સંકટનો સામનો કરે તેવી અપીલ કરી હતી હાલ પેટ્રોલ-ડીઝલ કે વિદેશી મુદ્રાની કોઈ અછતની સ્થિતિ નથી પરંતુ યુદ્ધ લાંબુ ખેંચાય તો સ્થિતિ કાબુ બહાર જઈ સકે જેને પગલે પીએમ મોદીએ અપીલ કરી હતી

Leave A Reply

Your email address will not be published.