

ઈરાન ઇઝરાયેલ યુદ્ધના કારણે સિરામિક ઉધોગ બંધ થયો છે તો સિરામિક ઉધોગમાં વપરાશ થતા નેચરલ ગેસના ભાવ પણ આસામને પહોચ્યા છે ત્યારે સિરામિક એસોસીએશનના હોદેદારો સિરામિક ઉધોગની ચિંતા કરવાને બદલે ભાજપની મહાનગર પાલિકાની ટીકીટ લેવા દોડધામ કરી રહ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે


સ્થાનિક સ્વરાજની ચુંટણીનું એલાન થઇ ચુક્યું છે ત્યારે ભાજપ દ્વારા મહાનગર પાલિકા માટે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી જેમાં સિરામિક એસોસીએશનના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સહિતના ટીકીટ લેવા માટે દોડધામ કરી રહ્યા છે.એક તરફ સિરામિક ઉધોગ ક્યારે શરુ થશે તે નક્કી નથી તે પ્રશ્ન સિરામિક ઉધોગપતિઓને સતાવી રહ્યો છે પણ સિરામિક એસોસીએશનના હોદેદારોને સિરામિક ઉધોગની ચિંતા કરવાને બદલે મહાનગરપાલિકાની ટીકીટ માટે ભાજપ કાર્યાલયના ચક્કર લાગવી રહ્યા છે આ સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે સિરામિક ઉધોગની ચિંતા કરવા માટે જે હોદેદારોને બેસાડવામાં આવી રહ્યા છે તે ભાજપ કાર્યાલય ચક્કર લગાવતા રહેશે તો પછી ઉદ્યોગની ચિંતા કોણ કરશે ? તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે
સિરામિક ઉધોગમાં યુદ્ધને કારણે કન્ટેનર મુન્દ્રા અને કંડલા પોર્ટ પર રીટર્ન થયા છે એક્સપોર્ટ પણ ઠપ જેવું પડ્યું છે તેમજ ગેસના ભાવ પણ દિનપ્રતિદિન વધારો આવી રહ્યો છે સરકારમાં ચર્ચા કરવાથી કદાચ ગેસના ભાવનો ઉકેલ આવી શકે અને સિરામિક ઉધોગ શરુ થાય તેવી સ્થિતિ પણ નિર્માણ થઇ શકે પણ હાલમાં ચુંટણીના મહાસંગ્રામમાં સિરામિકને પ્રશ્નોને સાઈડમાં રાખીને હોદેદારો મેદાને જંગમાં ઉતરવાની તૈયારી કરી ચુક્યા છે
મોરબી જીલ્લા ભાજપ દ્વારા મહાનગર પાલિકા માટે યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં સિરામિક એસોસીએશનના વર્તમાન પ્રમુખ મનોજ એરવાડીયાએ મહાનગર પાલિકાના વોર્ડ ૭ માંથી, સિરામિકના પૂર્વ પ્રમુખ હરેશ બોપલીયા વોર્ડ ૩, મુકેશ કુંડારિયા અને તેના પત્ની ભગવતીબેનએ વોર્ડ ૯ માંથી અને પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ મોહન કુંડારિયાના ભત્રીજા મિલન કુંડારિયાએ વોર્ડ ૯ પણ ટિકિટ માગી હોવાની સત્તાવાર માહિતી જીલ્લા પ્રમુખ પાસેથી મળી છે
હવે જોવાનું રહ્યું કે પ્રદેશ ભાજપ દ્વારા મહાનગર પાલિકાની બેઠકો માટે સત્તાવાર નામ જાહેર કરવામાં આવ્યા બાદ સિરામિક એસોસીએશનના હોદેદારોને ટીકીટ મળે છે કે દિલ કે અરમા આંસુઓ મેં બહે ગયે તેવી સ્થિતિ જોવા મળશે..