વાંકાનેરના વિનયગઢ ગામે ખનીજ ચોરો વિરુદ્ધ કાર્યવાહી, ૧.૬૫ કરોડનો મુદામાલ જપ્ત

 

વાંકાનેર પંથકમાં બેફામ ચાલતી ખનીજ ચોરીને રોકવા પોલીસ ટીમે કમર કસી છે સતત ખનીજ ચોરો વિરુદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં વિનયગઢ ગામની સીમમાંથી ગેરકાયદે ખનીજ ખનન કરતા ખનીજ માફિયાઓના પાંચ ડમ્પર અને એક જેસીબી મશીન સહીત ૧.૬૫ કરોડનો મુદામાલ કબજે લીધો છે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિનયગઢ ગામની ઝમુરી સીમ વિસ્તારમાં ડુંગર પાસે ખનીજ માફિયાઓ ગેરકાયદે ખનીજ ખનન કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્થળ પરથી ગેરકાયદે ખનીજ ખનન કરતા ડમ્પર જીજે ૦૩ સયું ૯૨૨૮, જીજે ૦૩ સયું ૮૬૧૯, જીજીએ ૧૭ ટીટી ૯૬૫૧, જીજે ૧૩ ટીએ ૨૫૨૫ અને જીજે ૧૩ એએક્શ ૬૧૧૮ એક ડમ્પર કીમત રૂ ૩૦ લાખ લેખે રૂ ૧.૫૦ કરોડ અને એક જેસીબી મશીન કીમત રૂ ૧૫ લાખ મળીને કુલ રૂ ૧.૬૫ કરોડનો મુદામાલ કબજે લીધો છે

વાંકાનેર તાલુકા પોલીસ અને ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર દ્વારા સ્થળ તપાસણી કરી સરકારી ખરાબાની જમીનમાં ખોદકામ કરતા જેસીબી ડ્રાઈવરની પૂછપરછ કરી કેટલા સમયથી કોના કહેવાથી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે તે દિશામાં તપાસ ચલાવી છે ખનીજ ચોરીની ગેરકાયદે પ્રવૃત્તિ આચરનાર ઇસમ હરેશ જગાભાઇ ડોડા રહે વિનયગઢ તા. વાંકાનેર વાળાનું નામ ખુલ્યું છે

 

 

Leave A Reply

Your email address will not be published.