ગાળા ગામના પાટિયા નજીક આવેલ ફેકટરીમાં આગ લાગતા ફાયર ટીમ દોડી ગઈ

 

મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા પાસે ફેક્ટરીમાં આજે સવારના આગ લાગતા મોરબી ફાયરની બે ટીમો દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો

 

મોરબી ફાયર કંટ્રોલરૂમમાં સવારે ૧૦ : ૫૫ વાગ્યે કોલ મળ્યો હતો કે ગાળા ગામના પાટિયા પાસે આવેલ ટી પ્લસ સર્જીક્લ્સ ફેકટરીમાં કોઈ કારણોસર આગ લાગી છે જેથી મોરબી ફાયર ટીમ મીની ફાયર અને વોટર બ્રાઉઝર સાથે સ્થળ પર પહોંચી હતી ફાયરની બે ટીમોએ બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી આગ ક્યાં કારણોસર લાગી તે સ્પષ્ટ નથી તેમજ નુકશાનીનો આંક પણ હાલ મેળવી શકાયો નથી

 

Leave A Reply

Your email address will not be published.