હળવદમાં ખૂનની કોશિશ અને મારામારીના ગુનામાં આરોપીનો જામીન પર છુટકારો

 

હળવદ તાલુકામાં ખૂનની કોશિશ અને મારામારીના ગુનામાં આરોપી મોહિતભાઈ હસમુખભાઈ પરમારે કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી જેને મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે મંજુર કરતા આરોપીનો જામીન પર છુટકારો થયો છે

હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ ફરિયાદ પક્ષ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો અને હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લીધા હતા જે ગુનામાં આરોપી મોહિત હસમુખ પમરે રેગ્યુલર જામીન પર મુક્ત થવા મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી અરજદાર તરફે એડવોકેટ હિમશીખા એમ રાઠોડે ધારદાર દલીલો રજુ કરી હતી કે આરોપીઓ છેલ્લા પાંચ માસથી કસ્ટડીમાં છે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદન ખોટા છે અરજદાર/આરોપી સામેની ટ્રાયલ લાંબો સમય ચાલે તેમ છે આરોપીના માતાપિતા અવસાન પામેલ છે અને દાદા-દાદી મોટી ઉમરના છે તમામ ઘરની જવાબદારી તેના પર છે જેથી જેલમાં રહેવું પડે તો પરિવારજનોને નુકશાની વેઠવી પડે તેમ છે

આરોપીને જો જામીન પર મુક્ત કરવામાં ના આવે તો પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે બંને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈને આરોપી પક્ષના યુવા એડવોકેટ હિમશિખા એમ રાઠોડની દલીલો માન્ય રાખી કોર્ટે આરોપીને રેગ્યુલર શરતી જામીન પર છોડવાનો હુકમ કર્યો છે

જે કેસમાં આરોપી તરફે યુવા ધારાશાસ્ત્રી હિમશિખા એમ રાઠોડ, નરેશ પી ડાભી, દેવકરણ એ પરમાર, હીના એન સંઘાણી, જલ્પા કે વેગળ અને નીતા ટી પરમાર રોકાયેલ હતા

Leave A Reply

Your email address will not be published.