મોરબી-વાંકાનેર હાઈવે પર રફાળેશ્વર પાસે અકસ્માત:  બે ઘાયલ

 

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર રફાળેશ્વર પાસે બપોરના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી સુપર કેરી ગાડીએ રિક્ષાને પાછળથી ટક્કર મારતા એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસે ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

બનાવની વિગતો અનુસાર, નીચી માંડલ ગામે રહેતા મુકેશભાઈ રમેશભાઈ સોલંકી પોતાની સીએનજી રિક્ષા નંબર-GJ 36 W 2215 લઈને જઈ રહ્યા હતા, ત્યારે રિક્ષામાં અન્ય બે શ્રમિકો સવાર હતા. રફાળેશ્વર પાસે મકનસર ચોકી નજીક પહોંચતા પાછળથી આવતી સુપર કેરી ગાડી નંબર-GJ 27 TG 6474 ના ચાલકે પોતાની ગાડી બેફિકરાઈથી ચલાવી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ઉત્તરકુમારને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે રિક્ષા ચાલક મુકેશભાઈ અને અન્ય એક વ્યક્તિ રબીભાઈને શરીરે ઈજાઓ પહોંચી હતી. ફરિયાદ નોંધાતા મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave A Reply

Your email address will not be published.