મોરબીમાં મતદાનનો શુભારંભ, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયાએ મતદાન કર્યું
મોરબી જીલ્લાના ૭.૩૯ લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ


સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે આજે મતદાનનો વહેલી સવારથી શુભારંભ થઇ ચુક્યો છે મોરબી જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા અને એક મહાનગરપાલિકા માટે જીલ્લાના કુલ ૭.૩૯ લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયાએ નીલકંઠ વિધાલય ખાતે મતદાન કર્યું હતું તેમજ હળવદની ટીકર બેઠક પરથી ઉમેદવાર ધર્મેન્દ્ર એરવાડિયાએ મતદાન કર્યું હતું સવારથી મતદારો લાઈન લગાવી મતદાન માટે ઉભા રહી ગયા હતા અને ઉત્સાહભેર મતદાનનો શુભારંભ થયો છે






