માળિયામાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ ધકેલાયો

 

માળિયા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ એક ઈસમને ડીટેઈન કરી પાસા તળે લાજપોર સુરત જેલહવાલે કરવામાં આવ્યો છે

 

માળિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જેથી માળિયા પોલીસે ટીમે બનાવી આમીન ઉર્ફે ટકી ઈસ્માઈલ મોવર રહે વેણાસર તા. માળિયા વાળાને પાસા એક્ટ તળે ડીટેઈન કરી સુરત લાજપોર જેલ હવાલે કર્યો છે

Leave A Reply

Your email address will not be published.