મોરબી ભાજપ મહામંત્રી તપન દવે પર  હુમલો ! સોમનાથથી પરત ફરતા ટોલ પ્લાઝા પર  બબાલ થતા ખળભળાટ

પાઈપ વડે હુમલો, લૂંટના આરોપથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ

 

સોમનાથ દર્શન કરીને પરત ફરી રહેલા મોરબી ભાજપ મહામંત્રી તપન દવે પર ટોલ પ્લાઝા પાસે હુમલો થયાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. તપન દવેના જણાવ્યા મુજબ હુમલાખોરોએ પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો તેમજ લૂંટ ચલાવ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

 

વેરાવળ નજીક જૂનાગઢ હાઇવે પર ધારી ટોલ બુથ પર બબાલ થય હતી મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવે ને માથાકૂટ થય હતી બપોરે 3 વાગ્યા ના સુમારે બની ઘટના..‌ટોલ બુથ ના કર્મચારીઓ સાથે સર્જાઈ મારામારીટોલ બુથ નો ફાસ્ટ ટેગ બ્લેક લિસ્ટ થઈ જતા ગાડી પસાર ન થવા દેતા બબાલ બબાલ ના થોડા સમય માં વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણા પસાર થતા તેઓ ને માલુમ પડતા ટોલ બુથ પર પહોંચ્યા.

 

જગદીશ ભાઈ એ પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી.મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવે ની પોલીસ ફરિયાદ આધારે પોલીસે 12 ટોલ કર્મચારીઓ ને કર્યા રાઉન્ડ અપ…ટોલ બુથ મેનેજર દેવેન્દ્રસિંગ પરિહાર દ્વારા બન્ને પક્ષે મારા મારી નો દાવો કર્યો હતો‌ટોલ બુથ કર્મચારીઓ સાથે તપન દવે એ બબાલ કર્યા નો આક્ષેપ કર્યો હતો ટોલ બુથ કર્મચારીઓની પણ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.