વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ દ્વારા મણી મંદિર ખાતે “આશીર્વાદનો દિવડો” કાર્યક્રમનું ભવ્ય આયોજન

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સફળ શાસન, સેવા અને સમર્પણની ગૌરવશાળી યાત્રા અંતર્ગત ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાઈ રહ્યું છે. આ અભિયાન હેઠળ મોરબી જિલ્લા ભાજપ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની પ્રાર્થના અર્થે તા. ૧૭/૦૯/૨૦૨૬, ગુરુવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે, મોરબીના ઐતિહાસિક મણી મંદિર ખાતે “આશીર્વાદનો દિવડો” કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે હજારો દિવડાઓના ઝગમગાટથી સમગ્ર મણી મંદિર પરિસર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠશે. આ ભવ્ય કાર્યક્રમમાં મોરબી જિલ્લાના સાંસદ, ધારાસભ્ય, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પક્ષના વિવિધ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહેશે.

મોરબી જિલ્લા ભાજપ દ્વારા મોરબીની ધર્મપ્રિય અને દેશપ્રેમી જનતાને વિનંતી કરવામાં આવે છે કે, આપણા લાડકવાયા નેતા નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની વિશેષ ઉજવણીમાં સહભાગી થઈ તેમના દીર્ઘાયુ માટે પ્રાકટ્ય અને પ્રાર્થનાના આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીએ

 

 

Leave A Reply

Your email address will not be published.