

મોરબીના સરદાર રોડ પર દુકાનમાં બાકોરૂ પાડી જવેલર્સ દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહીત કુલ રૂ ૧૭.૨૪ લાખની ચોરીને અંજામ આપનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ચોરી થયેલ ૧૦૦ ટકા મુદામાલ અને ગુનામાં વપરાયેલ બાઈક રીકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગત તા. ૦૫ ના રાત્રીના સમયે સરદાર રોડ પર આવેલ રાધા કૃષ્ણ જવેલર્સ નામની સોનીની દુકાનમાંથી અજાણ્યા ઇસમોએ પાછળની દીવાલ તોડી બાકોરૂ પાડી દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના કુલ રૂ ૧૭,૨૪,૦૦૦ ની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી એ ડીવીઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઘટનાસ્થળ આસપાસના આશરે ૨૫૦ જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી તેમજ હુમન સોર્સીસને આધારે બાતમી મળી હતી કે મોરબી વાવડી રોડ શ્રીજી પાર્કમાં રહેતા કરીમ હાસમ માણેક અને તેના દીકરા મુસ્તાક કરીમ માણેકે ચોરીને અંજામ આપ્યો છે જેથી પોલીસે આરોપીના મકાનની ઝડતી કરતા મકાનના ભોયતળીયે કરેલા પાણીના ટાંકામાં છુપવામાં આવેલ ચોરીમાં ગયેલ તમામ સોના-ચાંદીના દાગીના અને ચાંદીનો ભંગાર મળી આવ્યો હતો
પોલીસે આરોપી કરીમ હાસમ માણેક અને મુસ્તાક કરીમ માણેક રહે બંને હાલ વાવડી રોડ શ્રીજી પાર્ક મૂળ નવી નવલખી તા. માળિયા (મી.) વાળાને ઝડપી લઈને ચોરીમાં ગયેલ સોનાના નાકના દાણા અને સોનાના પેન્ડલ વજન ૨૪.૦૫ ગ્રામ કીમત રૂ ૨,૭૪,૦૦૦ ચાંદીના દાગીના કુલ વજન ૬ કિલો ૨૫૦ ગ્રામ કીમત રૂ ૧૨,૫૦,૦૦૦ અને ચાંદીનો ભંગાર ૧ કિલો ૬૯૬ ગ્રામ કીમત રૂ ૨ લાખ સહીત કુલ રૂ ૧૭,૨૪,૦૦૦ ની કિમતનો ૧૦૦ ટકા મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે તેમજ ગુનામાં વપરાયેલ બાઈક જીજે ૩૬ એએમ ૭૯૯૮ કીમત રૂ ૫૦,૦૦૦ મળીને કુલ રૂ ૧૭,૭૪,૦૦૦ નો મુદામાલ કબજે લીધો છે


