વાંકાનેરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

 

વાંકાનેર ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મોર્ડન સ્કૂલ ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વક્તા તરીકે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, જિલ્લા યુવા ભાજપ અધ્યક્ષ જતીનભાઈ ફુલતરીયા, જિલ્લા મહામંત્રી  સુખદેવભાઈ ડાભી તથા વાંકાનેર શહેર યુવા મોરચા અધ્યક્ષ નીતેશભાઈ પાટડીયા ઉપસ્થિત રહ્યા હતા.

 

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમના વિચારો, પ્રશ્નો અને ભવિષ્યના સપનાઓને જાણ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓને શિક્ષણ, સંસ્કાર, રાષ્ટ્રનિર્માણ અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓ સાથેનો આ સંવાદ યુવાનોમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રસેવાની ભાવના જગાડનાર રહ્યો.

Leave A Reply

Your email address will not be published.