

મીતાણા ગામ નજીક ખેતરના શેઢે રોડ પર આધેડ ઉભા હોય ત્યારે પુરપાટ જતી કારના ચાલકે ૪૩ વર્ષીય આધેડને ઠોકર મારી હતી જે અકસ્માતમાં માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા આધેડનું મોત થયું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

ટંકારા તાલુકાના પ્રભુનગર (મીતાણા) ગામે રહેતા જાદવજીભાઈ મુળજીભાઈ ભાગિયા (ઉ.વ.૬૬) નામના વૃદ્ધે અર્તીગા કાર જીજે ૧૦ ડીજે ૬૪૩૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫-૦૬ ના રાત્રીના અગિયારથી સાડા અગિયાર વાગ્યાના અરસામાં ફરિયાદીના પુત્ર જગદીશભાઈ જાદવજીભાઈ ભાગિયા (ઉ.વ.૪૩) વાળા મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા ગામની સીમમાં ફરિયાદીના ખેતરના શેઢે રોડ પર ઉભા હતા ત્યારે કાર ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવી જગદીશભાઈને હડફેટે લીધા હતા જગદીશભાઈને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે