મોરબીમાં મિત્રની માથાકૂટમાં છોડાવવા વચ્ચે પડેલા યુવાન પર છરીથી હુમલો 

 

શહેરની પોસ્ટ ઓફિસથી આગળ આવેલ જાહેર શૌચાલય પાસે અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી ત્રણ ઇસમો માથાકૂટ કરતા હતા અને છોડાવવા મિત્ર વચ્ચે પડતા તેને છરીના ઘા ઝીકી ઈજા પહોંચાડી હતી

 

મોરબીના વિસીપરા મેઈન રોડ પર રહેતા ઇકબાલ રફીક દાવલીયા (ઉ.વ.૧૮) વાળાએ આરોપીઓ રાહુલ ઉર્ફે બુશલી ભરતભાઈ સાલાણી, શંકર સુરેશ કોળી અને સાહિલ કોળી રહે ત્રણેય ખડિયા વિસીપરા મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ઇકબાલના મિત્ર લક્કી કોળીને અગાઉ આરોપીઓ સાથે વિસીપરામાં માથાકૂટ થઇ હતી જે બાબતનું મનદુઃખ રાખી ફરિયાદી ઇકબાલ અને લક્કી કોળી બંને રીક્ષા લઈને ઘરે જતા હતા

 

ત્યારે પોસ્ટ ઓફિસથી આગળ જાહેર શૌચાલય નજીક બે ઈસમો બાઈક લઈને આવી લક્કી કોળી સાથે માથાકૂટ કરતા હતા અને સાહિલ એકટીવા લઈને આવી ઝઘડો કરતો હતો ત્યારે ફરિયાદી ઇકબાલ વચ્ચે છોડાવવા પડતા આરોપી રાહુલ અને શંકરે હાથમાં છરીના ઘા મારી તેમજ આરોપી સાહિલે ડાબા પડખામાં છરીનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.