મોરબી : અન્ય યુવાન સાથે લફરૂ હોવાનો શક વહેમ રાખી પથ્થરના ઘા ઝીકી-ગળું દબાવી મહિલાની હત્યા

રંગપર ગામ નજીક સિરામિક ફેકટરીમાં વહેમને કારણે ખેલાયો ખૂની ખેલ

 

 

મોરબીના રંગપર ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં પતિ-પત્ની તરીકે રહેતા હોય અને પત્નીને અન્ય યુવક સાથે લફરૂ હોવાનો શક વહેમ રાખી આવેશમાં આવી મારી નાખવાના ઈરાદે મોટા બેલા જેવા પથ્થર વડે માથામાં મારી ગંભીર ઈજા કરી તેમજ ગળું દબાવી મહિલાની હત્યા નીપજાવી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

મૂળ મધ્યપ્રદેશના વતની શિવકુમાર પ્રેમલાલ મરાવીએ આરોપી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ રહે મધ્યપ્રદેશ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે મૃતક રેખાબેન ઉર્ફે રિયા અને આરોપી મહેન્દ્રસિંહ બંને એકબીજાની મરજીથી પતિ પત્ની તરીકે દોઢેક મહિનાથી રંગપર ગામની સીમમાં આવેલ મારબીજ કારખાનામાં રહેતા હતા અને કારખાનામાં કામ કરતા દિલભર યાદવ નામના છોકરા સાથે રેખા ઉર્ફે રિયા વાતચીત કરે છે તેની સાથે લફરૂ ચાલુ છે તેવો શક વહેમ રાખી આરોપી મહેન્દ્રસિંહે આવેશમાં આવી જઈને મોટા બેલા જેવા પથ્થર વડે રેખા ઉર્ફે રિયાને કપાળના ભાગે મારી ગંભીર ઈજા કરી હતી અને તેનું ગળું દબાવી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.