હળવદના જુના દેવળિયા ગામેથી રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

 

હળવદના જુના દેવળિયા ગામ એરહેનક મકાનમાં એલસીબી ટીમે દરોડા પાડીને દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન જુના દેવળિયા ગામે સંતોષભાઈ રાજુભાઈ કોળી એ રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂના ચપલા નંગ ૧૯ કીમત રૂ.૨૦૯૦, વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૧૪ કીમત રૂ.૬૪૬૦ તથા વિદેશી દારૂનો જથ્થો ૧૮ લીટર કીમત રૂ.૩૬૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૨૧૫૦ કબજે કરી આરોપી સંતોષની શોધખોળ હાથ ધરી છે

 

 

Leave A Reply

Your email address will not be published.