

મોરબીની નાની બજારમાં બંધ મકાનમાંથી વિદેશી દારૂના જથ્થો ઝડપી પાડી મોરબી એ ડીવીઝન પોલીસે બે શખ્સોએ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન નાની બજારમાં વિશ્વકર્મા મંદિરની પાસે રહેતા ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબભાઈ ચાનિયા અને નાની બજાર મુલાશેરીમા રહેતા ઇમરાન ઉર્ફે ડારીયો કાદરભાઈ સૈયદ એ ઇમરાન ઉર્ફે ટાવરના ભાડાના મકાનની બાજુમાં બંધ મકાનની છત ઉપર વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નન્ગ૫૮૮ કીમત રૂ.૨,૬૧,૬૦૦ કબજે કરી બંને આરોપી હાજર નહિ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે