


મોરબીના જુના પીપળી ગામે માનસધામ સોસાયટીમાં સાર્વજનિક પ્લોટની સફાઈ કરવા બાબતે બે મહિલાએ યુવાને જાતી પ્રત્યે અપમાનિત કર્યો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે
મોરબીના જુના પીપળી ગામે માનસધામ સોસાયટીમાં રહેતા ચમનભાઇ ઉર્ફે કમલેશભાઈ છગનભાઈ મકવાણા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે તથા સાહેદો માનસધામ સોસાયટી ૧ માં આવેલ સાર્વજનિક પ્લોટ નં ૧ ની સાફ સફાઈ કરવા જતા ત્યાં બાજુમાં રહેતા પૂજાબા દરબાર અને એક અજાણી મહિલા એ તેઓને ગાળો આપી કુહાડી લઇ આવી હુમલો કરવાનો પ્રત્યન કરી જાતી પ્રત્યે અપમાનિત કર્યા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે