હળવદ નકલંક ગુરુધામ ખાતે 51 કુંડી મહા મારુતિ યજ્ઞ મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટયો.

હળવદ: શક્તિનગર નકલંક ગુરુધામ બાબા રામદેવજી મહારાજ ના સાંનિધ્યમાં શ્રી સવાયા હનુમાનજી મહારાજની પવિત્ર છત્રછાયામાં ચૈત્ર સુદ ત્રીજ ૨૧ માર્ચ ૨૦૨૬, શનિવારના રોજ 51 કુંડી મહા મારુતિ યજ્ઞ મહોત્સવમાં ધામધુમપુર્વક યોજાયો વહેલી સવારથી માનવ મહેરામણ ઉમટયો હતો.

આ ધાર્મિક મહોત્સવમાં મહાયજ્ઞ,ધર્મસભા જેમાં વિવિધ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આશીર્વચન પાઠવ્યા હતા.108 દીવાની ભવ્ય મહા આરતી,મહાપ્રસાદ,સત્સંગધારા દ્વારા ભક્તોને આધ્યાત્મિક લાભ લીધો હતો. સત્સંગધારામાં પરમ પૂજ્ય ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ (પીપળીધામ) આશીર્વચન પાઠવ્યા હતા.
રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખ્યાતનામ ભજન ગાયક ગોપાલ સાધુ, ભુપેન્દ્ર મહારાજ, કુલદીપ ઠાકોર અને નરસિંહ મહારાજ સહિતના કલાકારો ભજન દ્વારા ભક્તિનો માહોલ જમાવટ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહંત શ્રી દલસુખરામ બાપુ તથા યોગી બાપુ નકલંક ગુરુધામના સેવક મંડળ દ્વારા ભારે જેમત ઉઠાવી હતી.બાબા રામદેવજી મહારાજ નો‌ ભકતગણ‌ બહારગામથી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

મયુર રાવલ હળવદ

Leave A Reply

Your email address will not be published.