

ચરાડવા ગામની સીમમાં ભરડીયાની ઓરડીમાં ધમધમતા જુગાર ધામ પર રેડ કરી મોરબી એલસીબી ટીમે ૧૨ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રૂ ૧.૪૧ લાખ જપ્ત કરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચરાડવા ગામની સીમમાં પેટ્રોલ પંપ સામે આરોપી જયસુખ દેસાઈની ભરડીયાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ઓરડીમાં જુગાર રમતા જયસુખ ઓધવજીભાઈ દેસાઈ, દિલીપ મનજીભાઈ જેત્પરીયા, કિશન મુકુન્દરાય ગોંડલીયા, ફેનિલ કિરીટભાઈ ભૂત, હરીમિત્ર હેમશંકર રાવલ, જીગ્નેશ અરવિંદભાઈ દંતાડીયા, મયંક તળશીભાઈ કાવર, જયદીપ વાલજીભાઈ મોરડિયા, હરગોવિંદ શંકરભાઈ કાવર, રમેશ વેલાભાઇ ચિરોડીયા, હરેશ ઓધવજીભાઈ ફેફર અને મનસુખ મગનભાઈ મલાસણા એમ ૧૨ ને ઝડપી લઈને રોકડ રૂ ૧,૪૧,૫૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે