હળવદ શહેરની ફુટપાથ અને જાહેર રોડ પર જંગી દબાણોના ખડકલા, પાલિકા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં.

 

હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણોનો. રાફડો ફાટયો છે ઠેર ઠેર જગ્યાએ દબાણો માસીબાના ખેતર જેમ‌ દબાણ કર્તાઓ દબાણો ખડકી દેવામાં આવ્યા છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા છે શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે રાહદારીઓને ચાલવા માટે બનાવેલી ફૂટપાથ પર વેપારીઓ દ્વારા દબાણ કરતા રાહદારીઓ ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

એટલું જ નહીં ફુટાપાટ પર સીડી ઉભી કરી દેવામાં આવી છે કોની મંજુરી લીધી ? ફૂટપાથ પર વેપારીઓ દ્વારા માલ સામાન ગોઠવી ખુલ્લેઆમ દબાણ કરે છે એક તો શેહરની બજાર સાંકડી છતાં પણ દુકાનદારો દ્વારા ગેરકાયદેસર દબાણ કર્યો પણ ઓટલા પણ ખડકી દેવામાં આવ્યા છે વાહનચાલકો અને રાહદારીઓ ને ભારે મુશ્કેલી વેઠવી પડે છે, શહેરમાં ટ્રાફિક સમસ્યાથી રાહદારીઓ ફૂટપાથ પર ચાલવાનું પસંદ કરે છે પરંતુ શહેરમાં અનેક સ્થળે ફૂટપાથ અને તેના પર   ઠેરઠેર જગ્યાએ દબાણ જોવા મળે છે. દુકાનદારો દ્વારા ફુટપાથ પર માલસામાન ગોઠવી ખુલ્લેઆમ વેપાર કરી રહ્યા છે. રાહદારીઓ ગ્રાહકોને દબાણના કારણે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. પાલીકા તંત્ર દ્વારા શહેરના ફૂટપાથ પર ગેરકાયદેસર કરેલા દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરી  ફુટપાથ ખુલ્લી કરવામાં આવે જેથી રાહદારીઓ અને ગ્રાહકો ને અડચણ ઉભી ન થાય.

સાથે સાથે શહેરના મુખ્ય રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણો રેકડીઓ કેબીન આડેધડ દબાણના કારણે ટ્રાફિક જામ ની પરિસ્થિતિ સર્જાય છે શહેરીજનોને રોજિંદી મુશ્કેલી પડી રહી છે.શહેરના બસ સ્ટેન્ડ રોડ.સરા ચોકડી.શકતિ ટોકીઝ. બ્રાહ્મણની ભોજનશાળા પાસે.  સરા રોડ.પરશુરામ મંદિર પાસે. સરા ચોકડી પાસે,વગેરે જગ્યાએ નિયમોનું સરેઆમ ઉલાળિયો કરી ફૂટપાથ પર દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ. રેકડી. કેબીન. દબાણ  સરજી ગેરકાયદેસર દબાણો ટાફીકે ને અડચણ રુપ ઉભા કર્યા છે.છંતા પણ  તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહયા તેવું શેહીજનો માં ચર્ચાઇ રહ્યું છે.  તો તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ફુટપાથ ખુલ્લી કરાવી લોકોને પડતી મુશ્કેલી દૂર કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી શહેરીજનોમાં  માગણી ઉઠવા પામી છે.

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.