

આજે અષાઢી બીજના પાવન પર્વે પૂરી અને અમદાવાદ સહિતના શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે ત્યારે મોરબીમાં માલધારી સમાજના આસ્થાના પ્રતિક સમાન મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળે છે આજે મહેન્દ્રપરામાં આવેલ મચ્છુ માતાજીની જગ્યા ખાતેથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો મચ્છુ માતાજીની રથયાત્રા સાથે ઇસ્કોન મંદિર આયોજિત ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનો રથ પણ જોડાયો હતો
મચ્છુ માતાજીની રથયાત્રા મહેન્દ્રપરા મેઈન રોડ થઈને પરા બજાર, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક અને દરબાર ગઢ સહિતના વિસ્તારોમાં ફરી હતી રથયાત્રાના સમગ્ર રૂટ પર વિવિધ સ્થળોએ ઠંડાપીણા, ચા-પાણી અને સરબત સહિતના પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે માલધારી સમાજના લોકો પરંપરાગત વેશભૂષા ધારણ કરી રથયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા હુડો અને રાસ ગરબાની રમઝટ જામી હતી ડીજેના તાલે નાચતા ઝૂમતા તેમજ અબીલ ગુલાલની છોળો વચ્ચે રથયાત્રા આગળ વધી હતી રથયાત્રાનું વિવિધ સ્થળોએ સંસ્થાઓ અને વિવિધ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રથયાત્રા દરબારગઢ ખાતે આવેલ મચ્છુ નદીના કિનારે મચ્છુ માતાજીના મંદિર પૂર્ણ કરવામાં આવી હતી જ્યાં પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી
અષાઢી બીજનું મુર્હત મેઘરાજાએ સાચવી લીધું, ભગવાન જગન્નાથના રથથી ભક્તો ભાવવિભોર
મોરબીમાં દર વર્ષે મચ્છુ માતાજીની રથયાત્રા યોજાતી હોય છે આ વખતે મચ્છુ માતાજીની રથયાત્રા સાથે ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાના રથે ભક્તોમાં આકર્ષણ જમાવ્યું હતું ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરીને ભાવવિભોર થયા હતા હજારોની સંખ્યામાં પુરુષો અને મહિલાઓ તેમજ બાળકો રથયાત્રામાં જોડાયા હતા અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું તો અષાઢી બીજના પર્વે મેઘરાજા પણ વરસ્યા હતા અષાઢી બીજની રથયાત્રામાં મેઘરાજા અમી છાંટણા અવશ્ય કરતા જ હોય છે અને આજે પણ વરસાદ વરસ્યો હતો
અષાઢી બીજની રથયાત્રામાં કોમી એકતાના દર્શન, મુસ્લિમ સમાજના જનાજાને રસ્તો આપ્યો
અષાઢી બીજની રથયાત્રા તેના રૂટ મુજબ આગળ વધી રહી હતી ત્યારે નગર દરવાજા ચોક પાસે મુસ્લિમ સમાજનો જનાજો આવતા રથયાત્રા રોકી જનાજાને રસ્તો આપવામાં આવ્યો હતો તેમજ રથયાત્રામાં રાખેલ ડીજે અને સાઉન્ડ તાત્કાલિક બંધ કરી જનાજાનો મલાજો જલાવ્યો હતો અને રથયાત્રા દરમિયાન કોમી એકતાના દર્શન થયા હતા






