વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં નવોઢા ફિનાઈલ પી લેતા સારવારમાં

વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતી નવોઢા કોઈ કારણોસર ફિનાઈલ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે તો પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

વાંકાનેરના આરોગ્યનગર શેરી નં ૦૯ માં રહેતા કાજલબેન નિમિષભાઈ કાંજીયા (ઉ.વ.૨૧) નામની કોળી પરિણીતા કોઈ કારણોસર ફિનાઈલ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે ભોગ બનનાર પરિણીતાનો લગ્નગાળો માત્ર ૨૫ દિવસનો હોવાનું જાણવા મળ્યું છે તો પરિણીતાએ ક્યાં કારણોસર ફિનાઈલ પી લીધું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.