મોરબીની રાજપર ચોકડીએ જૂની અદાવતનો ખાર રાખી પિતા-પુત્રએ યુવાનને ધોકા-પાઈપથી માર્યો

 

અગાઉ ભત્રીજીને ભગાડી ગયાનો ખાર રાખી એક યુવાન રાજપર ચોકડી પાસે હોય ત્યારે બે ઇસમોએ યુવાનને ગાળો આપી ઢીકા પાટું માર મારી લોખંડ પાઈપ વડે પગ અને વાસામાં ઝીકી દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

ટંકારાના સજનપર ગામનો રહેવાસી લાખાભાઈ વજાભાઇ કલોતરા (ઉ.વ.૩૯) વાળાએ આરોપીઓ મેરૂ જીવણભાઈ ખાંભલા અને અજય મેરૂભાઈ ખાંભલા રહે બંને શનાળા પટેલ સમાજ વાડી સામે મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી લાખાભાઈની ભત્રીજીને આરોપી અજય ભગાડી ગયો હતો જેનો ખાર રાખી ફરિયાદી યુવાનને માં બહેન ઉપર ગાળો આપી ઢીકા પાટું માર માર્યો હતો તેમજ લાખાભાઈને પગમાં અને વાસામાં માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.