મોરબી સિવિલ હોસ્પીટલમાં સ્વાઇન ફ્લુના ૬ શંકાસ્પદ કેસ નોધાયા

સમગ્ર રાજ્યમાં સ્વાઈન ફ્લુએ હાહાકાર મચાવ્યો છે  ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે જેમાં સ્વાઈન ફ્લુના જુલાઈ માસમાં ત્રણ કેસો શંકાસ્પદ નોંધાતા આઈસોલેશન વોર્ડમાં દર્દીને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી તો શનિવારે સાંજના વધુ છ શંકાસ્પદ કેસો સહીત ઓગસ્ટ માસમાં કુલ ૨૨ કેસો સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયા છે જેમાં હાલ આઠ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હોવાની માહિતી સિવિલ હોસ્પિટલના ઇન્ચાજ સુપ્રીન્ટેનડેડ દૂધરેજિયાએ જણાવ્યું હતું. હાલ સ્વાઈન ફ્લુનો રોગ બેફામ હદે વકરી રહ્યો છે ત્યારે ઈમરજન્સી સેવાઓ આપતા ડોક્ટર, નર્સિંગ સ્ટાફ ઉપરાંત પીએચસીના મેડીકલ ઓફિસરના ટ્રેનીંગ સેશન યોજીને તેને સ્વાઈન ફ્લુમાં સારવાર અંગે ટ્રેનીંગ આપવામાં આવી રહી છે તો મોરબી સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુ વોર્ડમાં જવા માટે માસ્કની અછત હોય તેવું જણાયું હતું. નર્સિંગ સ્ટાફ પત્રકારોની ટીમને માસ્ક આપવામાં આનાકાની કરતા હતા જેથી માસ્કનો જથ્થો માર્યાદિત હોય અથવા પૂરો થયાની આશંકા જણાય છે.

 

Leave A Reply

Your email address will not be published.