મોરબી : ચેક રીટર્ન કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવવાનો હુકમ ફરમાવતી કોર્ટ



રૂ ૧૦ લાખના ચેક રીટર્ન કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવવાનો હુકમ કર્યો છે સંબંધ દાવે હાથ ઉછીના આપેલ નાણાના ચેક રીટર્ન કેસમાં મોરબી કોર્ટે મહત્વનો ચુકાદો આપતા આરોપીને નિર્દોષ ઠરાવવાનો હુકમ કર્યો છે
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા ચંદ્રેશભાઈ ભવાનભાઈ બારૈયા વાળા વિરુદ્ધ મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા તેજશભાઈ કાંતિલાલ પનારાએ ફરિયાદ આપી હતી કે આરોપી ચંદ્રેશભાઈ બારૈયા સાથે વ્યક્તિગત સંબંધ હતા અને મિત્રતા હતી જેથી ટુકડે ટુકડે રૂ ૧૦ લાખ હાથ ઉછીના આપ્યા હતા અને ફરિયાદી પાસેથી વગર વ્યાજે વર્ષ ૨૦૧૮-૧૯ ની સાલમાં લીધેલ રકમ પરત માંગતા આરોપીએ રૂ ૧૦ લાખનો ચેક આપ્યો હતો જે ચેક બેંકમાં ભરવા જતા ચેક રીટર્ન થયો હતો
જેથી વકીલ મારફત નોટીસ આપી હતી અને આરોપી વિરુદ્ધ નામદાર ચીફ. જ્યુડી.મેજી. કોર્ટ મોરબી સમક્ષ ધ નેગોશીએબલ ઇન્સ્ત્રુંમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબની ફરિયાદ કરી હતી અને આરોપી ચંદ્રેશભાઈ બારૈયા તેમના વકીલ ચંદ્રકાંત ડી પડસુંબીયા મારફત હાજર થયેલ જે કેસ મોરબીના મહે.જ્યુડી. મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબ એસ એ મેમણ મેડમની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીની વિગતવાર આરોપીના વકીલએ કરેલ ઉલટ તપાસ અને આરોપી તરફે થયેલ ફાઈનલ ધારદાર દલીલો સાંભળી તથા આરોપી પક્ષ દ્વારા રજુ થયેલ પુરાવાઓ ધ્યાને લઈને મોરબી કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે
જે કેસમાં આરોપી પક્ષે વકીલ સી ડી પડસુંબીયા અને મુનીર એ ઘોણીયા રોકાયેલ હતા