

દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટેના રાષ્ટ્રીય વિઝન ‘વિકસિત ભારત ૨૦૪૭’ (જ્યારે આપણો દેશ આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા કરશે) અંતર્ગત તાજેતરમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં હળવદની પ્રખ્યાત તક્ષશિલા વિદ્યાલયના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર પંથકમાં શાળાનું નામ રોશન કર્યું છે.
શાસ્ત્રોમાં પણ કહ્યું છે તેમ:
“उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः॥”
(અર્થાત્: માત્ર વિચારો કે ઇચ્છાઓ કરવાથી નહીં, પરંતુ પુરુષાર્થ અને પરિશ્રમથી જ કાર્યો સિદ્ધ થાય છે. જેમ સૂતેલા સિંહના મોંમાં જાતે હરણ પ્રવેશતું નથી, તેમ મહેનત કરવી પડે છે.)
આ સુભાષિતને સાર્થક કરતા તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પોતાની સખત મહેનત અને કલા-કૌશલ્યથી આ સ્પર્ધાઓમાં બાજી મારી છે. ‘વિકસિત ભારત ૨૦૪૭’ એ માત્ર એક સ્વપ્ન નથી, પરંતુ ભારતને શૈક્ષણિક, તકનીકી, આર્થિક અને બૌદ્ધિક ક્ષેત્રે વિશ્વનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવાનો મહાસંકલ્પ છે, જેમાં આપણી યુવા પેઢી પોતાની પ્રતિભાથી સક્રિય યોગદાન આપી રહી છે.
વિજેતા વિદ્યાર્થીઓની યાદી
ચિત્ર સ્પર્ધા:
પ્રથમ સ્થાન: ત્વિશાબેન ગણેશભાઈ હડિયલ
તૃતીય સ્થાન: ભૂમિબેન જસમતભાઈ ઝાલા
વક્તૃત્વ સ્પર્ધા:
તૃતીય સ્થાન: ઉર્વશીબેન મહેશભાઈ ભાડકા
સર્ટિફિકેટઃ આરાધ્યા પંકજભાઈ કાલરિયા
રાઠોડ માહી ગિરીશભાઈ
વિદ્યાર્થીઓની આ ગૌરવવંતી સિદ્ધિ બદલ શાળાના એમડી ડો મહેશ પટેલ, સંગીત શિક્ષક જયદીપ વણપરાએ ખેસ પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
મયુર રાવલ હળવદ