

હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં ઘોડી પાસા જુગાર રમતા ૧૩ જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૨.૬૮ લાખની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન રાણેકપર ગામની સીમમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ઘોડીપાસા જુગાર રમતા નયન વ્રજલાલ માકાસણા, સામંત રામજીભાઈ ઝાપડા, પ્રેમજી બાબુભાઈ નાકીયા, વાસુદેવ સોંડાભાઈ ડાભી, હુશેન ઈબ્રાહીમ વેડલીયા, લક્ષ્મણ રણછોડભાઈ મુંધવા, રહેમાન ગુલાબભાઈ સામતાણી, લાલજી કિશોરભાઈ વાઘેલા, દલસુખ પમાંભાઈ જાદવ, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતું નટવરભાઈ પરમાર, પિયુષ ચમનભાઈ સચાણીયા, દિનેશ વજાભાઇ ઢવાણીયા અને નરેન્દ્ર તરસીભાઈ ચૌહાણ એમ ૧૩ ને ઝડપી લઈને રોકડ રૂ ૨,૬૮,૬૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે