

શ્રી મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તા. ૧૭ ને ગુરુવારે સવારે ૭ થી બપોરે ૧ કલાક સુધી સિદ્ધિ વિનાયક વાડી, શનાળા રોડ, સત્યમ પાનવાળી શેરી મોરબી ખાતે પ્લેટીનિયમ જયુબેલી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૭૫ વર્ષ ચાલુ હોય અથવા જે દંપતી હયાત હોય અને લગ્નજીવનના ૫૦ વર્ષ પૂર્ણ થયા હોય તેવા દંપતીઓ અને વરિષ્ઠ નાગરિકોનો સન્માન સમારોહ યોજાશે
જે કાર્યક્રમમાં જીલ્લા સરકારી વકીલ એડવોકેટ વિજયભાઈ જાની, ડો. અનિલભાઈ મહેતા, અશ્વિનભાઈ રાવલ, ભુપતભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે સ્વાગત પ્રવર્ચન પ્રમુખ ડો. બી કે લહેરૂ દ્વારા કરવામાં આવશે સન્માન સમારોહ સાથે વડાપ્રધાનના ૧૨ વર્ષના કાર્યકાળની વ્યાખ્યાન માળા અને કેક કટિંગ કરવામાં આવશે સમારોહમાં ૧૨ વડીલોને શિલ્ડ અને ગીફ્ટ આપી સન્માનિત કરવામાં આવશે