માળિયાના મોટા દહીંસરા ગામે નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, લાખોનો મુદામાલ જપ્ત

કુલ પાંચ આરોપીને એલસીબી ટીમે ઝડપી લીધા

 

 

મોરબી જીલ્લામાં દારૂની હેરાફેરી રોકવા એલસીબી ટીમ કાર્યરત હોય દરમિયાન માળિયાના મોટા દહીંસરા ગામમાંથી કેમિકલમાંથી નકલી દારૂ બનવવાની ફેક્ટરી ઝડપી લઈને લાખોનો મુદામાલ જપ્ત કરી પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધા છે

મોરબી જીલ્લા પોલીસવડા મુકેશકુમાર પટેલ અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પીઆઈ એસ પી જાડેજાના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન બાતમી મળી હતી કે મોટા દહીંસરા કૃષ્ણનગરના રહેવાસી મહેશ ઉર્ફે મુન્ના કાંજીયા અને અજયસિંહ જાડેજા રહે મોટા દહીસરા વાળા બંને ભેગા મળી પોતાના મકાનમાં કેમિકલમાંથી નકલી દારૂ બનાવી કાચની બોટલમાં પેકેજીંગ કરે છે જે બાતમીને આધારે ટીમે માળિયા પોલીસ સ્ટેશન ટીમ સાથે રાખી માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે મહેશ કાંજીયાના મકાનમાં અને અજયસિંહ જાડેજાના મકાનમાં વારાફરતી રેડ કરી હતી

 

એલસીબી ટીમે ૨ ડ્રમમાંથી ૪૦૦ લીટર આલ્કોહોલ જેવું કેમિકલ, ૧ ડ્રમમાંથી કેમિકલ પાણી કલર એસન્સ અને પ્રિઝરવેટીવ જેવું રસાયણ મિશ્ર દ્રવ્ય ૨૦૦ લીટર અને પ્રવાહી ખેંચવાની મોટર, પ્લાસ્ટિક નળીઓ, બોટલિંગ અને પેકેજીંગ કરવા માટે ૧૪૦૦ જેટલી ખાલી બોટલો, બુચ અને બાર કોડ તેમજ કયું આર કોડના સ્ટીકર, પાણીના ૨૦ લીટરના જગ, બ્લેન્ડર પ્રાઈડ વ્હીસ્કી સ્ટીકર અને પૂઠાઓ સહીતનો મુદામાલ જપ્ત કરી પાંચ ઇસમોને ઝડપી લીધા છે પોલીસે દારૂની ૨૩ પેટીઓ, રોકડ રૂ ૬.૫૦ લાખ અને કાર કીમત રૂ ૨૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અજય સિંહ ભાવુભા જાડેજા રહે મોટા દહીસરા વાળો જગ્યા પરથી મળેલ નથી અને તે અગાઉ પ્રોહીબીશનના ઘણા ગુનાઓમાં પકડાયેલો છે કુલ પાંચ આરોપી પકડાય ગયેલ છે

 

Leave A Reply

Your email address will not be published.